રવીન્દ્રપર્વ/૪૧. શેષ વહી ગઈ
Revision as of 09:27, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs)
૪૧. શેષ વહી ગઈ
શેષ
વથ્ી લઈ અતીતની સકલ વેદના,
ક્લાન્તિ લઈ, ગ્લાનિ લઈ, લઈ મુહૂર્તની આવર્જના,
લઈ પ્રીતિ,
લઈ સુખસ્મૃતિ,
આલિંગન ધીરે ધીરે કરીને શિથિલ
ધીમે ધીમે દેહ મારો સરી જાય
મારા થકી દૂર.
એ જ રિક્ત અવકાશ જે પ્રકાશે
પૂર્ણ થઈ ઊઠે
અનાસક્ત આનન્દ-ઉદ્ભાસે
નિર્મલ સ્પરશે એનાં
ખોલી દીધાં ગત રજનીનાં દ્વાર.
નવજીવનની રેખા,
પ્રભારૂપે પ્રથમ દિયે છે દેખા;
કશું ચિહ્ન એનું ના અંકાય
નહીં કશો ભાર; વહે સત્તાના પ્રવાહે
સૃષ્ટિના આદિમ તારા સમ
ઓ ચૈતન્ય મમ.
ક્ષોભ એનો નહીં સુખેદુ:ખે;
યાત્રાનો આરમ્ભ એનો નહીં જાણું હશે શા ઉદ્દેશે.
પાછળનો સાદ
ધીમે ધીમે શીર્ણ થાય; ને સમ્મુખે નિસ્તબ્ધ નિર્વાક્
ભવિષ્યત્ જ્યોતિર્મય
અશોક અભય,
અસ્તગામી સૂર્યે એના લખ્યા છે સ્વાક્ષર.
જે મન્ત્ર ઉદાત્ત સૂરે બજે શૂન્યે એ જ મન્ત્ર સોતહમ /
(વીથિકા)