રવીન્દ્રપર્વ/૧૩૪. ગાયે આમાર પુલક
Revision as of 07:20, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૪. ગાયે આમાર પુલક| }} {{Poem2Open}} મારે અંગે રોમાંચ થાય છે, આંખમાં...")
૧૩૪. ગાયે આમાર પુલક
મારે અંગે રોમાંચ થાય છે, આંખમાં નશો ચઢે છે — મારા હૃદયને કોણે રંગીન રાખડીના દોરે બાંધ્યો છે? આજે આ આકાશતળે જળમાં સ્થળમાં ફૂલમાં ફળમાં હે મનોહર, તેં મારા મનને શી રીતે વિખેરી દીધું? આજે તારી સાથે મારી કેવી ક્રીડા જામી! હું પામ્યો છું કે હજુ શોધતો ફરું છું, મને કશું સમજાતું નથી. આજે શા નિમિત્તે આનન્દ મારી આંખમાં આંસુથી છલકાઈ ઊઠવા ઇચ્છે છે? વિરહ આજે મધુર બનીને મારા પ્રાણને વિહ્વળ કરી મૂકે છે. (ગીત-પંચશતી)