રવીન્દ્રપર્વ/૧૩૫. ગ્રામછાડા ઓઇ રાંગા માટિર
Revision as of 07:27, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩૫. ગ્રામછાડા ઓઇ રાંગા માટિર| }} {{Poem2Open}} ગામને છોડીને જનારો આ...")
૧૩૫. ગ્રામછાડા ઓઇ રાંગા માટિર
ગામને છોડીને જનારો આ રાતી માટીનો રસ્તો મારા મનને ભુલાવી દે છે. કોના ભણી મન હાથ પ્રસારીને ધૂળમાં આળોટી પડે છે? એ તો મને ઘરની બહાર કાઢે છે, એ ડગલે ડગલે મારા પગને પકડે છે. એ મને ખેંચીને લઈ જાય છે, કોણ જાણે મને એ કયા ચૂલામાં લઈ જાય છે! કયા વાંક આગળ એ મને શું ધન દેખાડશે, કઈ જગ્યાએ એ મને આફતમાં નાખી દેશે — ક્યાં જવાથી છેડો આવશે તે વિચારું છું તોય કશી ગમ પડતી નથી. (ગીત-પંચશતી)