અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સુખી હું તેથી કોને શું?
Revision as of 09:50, 19 October 2021 by KhyatiJoshi (talk | contribs)
સુખી હું તેથી કોને શું?
ગોવર્ધનરામ મા. ત્રિપાઠી
સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું? ૧
જગતમાં કંઈ પડ્યા જીવ,
દુખી કંઈ, ને સુખી કંઈક! ૨
સઉ એવા તણે કાજે
ન રોતા પાર કંઈ આવે! ૩
કંઈ એવા તણે કાજે,
પિતાજી, રોવું તે શાને? ૪
હું જોવા કંઈ તણે કાજે,
પિતાજી રોવું તે શાને? ૫
નહીં જોવું! નહીં રોવું!
અફળ આંસું ન ક્યમ લ્હોવું? ૬
ભુલી જઈને જનારાને,
રહેલું ન નંદવું શાને? ૭
સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું? ૮