અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ઉદગાર

From Ekatra Wiki
Revision as of 10:40, 19 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઉદગાર

'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

વસ્યો હૈયે તારે :
રહ્યો એ આધારે :

પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!

નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :

હરે દૃષ્ટિ વ્હાલી, સદય મૃદુ તારી જ રુજને!

સદા ર્‌હેશે એવી :
સુધાવર્ષા જેવી :

કૃતિ માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!