અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/સૂના આ સરોવરે આવો
Revision as of 11:41, 19 October 2021 by KhyatiJoshi (talk | contribs)
સૂના આ સરોવરે આવો
ન્હાનાલાલ દ. કવિ
સૂના આ સરોવરે આવો,
ઓ રાજહંસ! સૂના આ સરોવરે આવો;
જૂનાં એ ગીતને જગાવો,
ઓ રાજહંસ! સૂના આ સરોવરે આવો;
ક્યાં શુભ્ર માનસર? ક્યાં અમ રંક આરો?
ક્યાં પુણ્યશ્વેત વપુ? ક્યાં ગિરિ આ અમારો?
ઓ દેવપંખી! કંઈ દૈવી નથી, તથાપિ
ઉદ્ધારવા અમ સરોવરિયે પધારો.
લીલા લહેકંત કાંઈ કંઠે મજાના,
સ્નેહે નમન્તાં ધીરે પગલે લજ્જાનાં,
અમારાં નીર આ સુહાવો,
ઓ રાજહંસ! હૈયાને સરોવરે આવો,
હૈયાને સરોવર આવો,
ઓ રાજહંસ! હૈયાને સરોવરે આવો.