અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/આ લીલા લીલા લીમડા તળે...

From Ekatra Wiki
Revision as of 10:25, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આ લીલા લીલા લીમડા તળે...

પતીલ

આ લીલા લીલા લીમડા તળે
         થાકેલો કોઈ રાહિયો મળે
                  કરાર કેવો કાળજે વળે —
                           જો આપદાનો ભાગિયો મળે?

કોમના ગરાસ તો ગયા
         મ્હોલના ઉજાસ તો ગયા
                  હારીડા તણો લાવતો પતો
                           સજાત, દીન ખેપિયો મળે!

હલેત દશા, એકલાપણું —
         કશો ન લાભ, સાંખવું ઘણું,
                  માહરા સેતાન રુદેનો
                           કો ઠારનાર ગોઠિયો મળે!

(પતીલનાં ચૂંટેલા કાવ્યો, ૧૯૭૩, પૃ. ૧૮૯)