કૃષ્ણલાલ શ્રીધરાણી
સંધ્યાની સોનેરી ભાત ઝાંખી થાતાં ઊગે રાત; ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર, કવિતા શો થાતો ચમકાર. ચળકે શુક્ર. રાત્રિનો મોતીશગ થાળ, હીરા મોતી ઝાકઝમાળ; સુરસરિતાની રેતી ઘણી, કોણ બધામાં પારસમણિ? ઝળકે શુક્ર. ઉષા તણી નથડીનું નંગ, સ્નેહ સરીખડો તેનો રંગ. મલકે શુક્ર.