અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીનુ દેસાઈ/છોગાળો છેલ (મેં તો દીઠો' તો)
Revision as of 10:06, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
છોગાળો છેલ (મેં તો દીઠો' તો)
મીનુ દેસાઈ
મેં તો દીઠો’તો એક, સખી
છોગાળો છેલ :
એને ફૂમત઼ડે બાંધ્યાં’તાં
મોર અને ઢેલ… મેં તો.
હોઠે હતી મોરલી ને આંખોમાં ઘેન હતું,
સામે નાનાં ઝરણાંનું ધીમું ધીમું વ્હેન હતું :
સ્વરના અનેકરંગી કરતો’તો ખેલ! … મેં તો.
ઝાંઝર ઠમક્યાં ને એણે મીટ માંડી પ્યારની,
એમાં બેઠી’તી તરસ વર્ષાની ધારની,
સ્વચ્છ એની આંખોમાં નિરખ્યો ન મેલ!… મેં તો.