અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય
Revision as of 09:29, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય
હરીન્દ્ર દવે
ફ્લડલાઇટની છોળ ઉડાડી
આગળ ને પાછળ સરી જતી મોટરો સામે જોઈ
લીલાં વૃક્ષો એકમેકને પૂછે છે —
આ બધાં આમ આગળપાછળ,
ક્યાં ને કેમ જાય છે?
આપણે તો નીચે મૂળમાં ઊતરીએ છીએ,
ઉપર આકાશમાં ગતિ કરીએ છીએ –
આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને?
(માત્ર પહેલી સાત લીટીઓ લીધેલ છે.)