અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કારણ (નથી) (ન હો) (છાકટો)

From Ekatra Wiki
Revision as of 10:41, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કારણ (નથી) (ન હો) (છાકટો)

ચિનુ મોદી `ઈર્શાદ'

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.

ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઈ પણ કારણ ન હો.
(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)