અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/હમરદીફ-હમકાફિયાની ગઝલ

From Ekatra Foundation
Revision as of 10:41, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હમરદીફ-હમકાફિયાની ગઝલ

ચિનુ મોદી `ઈર્શાદ’

સાત પુષ્પોને નિચોવી માપસર,
એક અફવા તરબતર તૈયાર કર.

મેઘમાળાઓ વિખેર્યા બાદ તું,
આભના ખાલીપણાથી કેમ ડર?

ટેવવશ કે લાગણીવશ, શી ખબર!
પણ, હજી સ્હોરાય મન તારા વગર.

પાલખીનો ભાર લાગે છે હવે,
રાજરાણી લાગણી! હેઠે ઊતર.

શ્વાસની લાંબી ઘણી લાંબી સફર,
ક્યાં થયો ‘ઇર્શાદ’ તું અજરાઅમર?
(‘અફવા’માંથી)