અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/પ્રેયસીનું Vision અનુભવ્યાનો સાર

Revision as of 13:14, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રેયસીનું Vision અનુભવ્યાનો સાર

વિનોદ જોશી

વિમલી તારી યાદનો બરો મૂતર્યો બાપ
રાતે આવ્યો તાવ હૈયું ગણગણ ગોશલો.

અંધારામાં ઑગળે કબૂતરાની પાંખ
ઠોલે લક્કડખોદ મારે આંગણ ઊંઘને.

મારગ કેરાં ચીંથરાં સળવળ દોડ્યાં જાય
વિમલી તારે દેશ તાકો થઈને ઊખળે.

કૂણા હાથે સાણસી ચૂલા ઉપર ચા
ગાળ્યા પહેલાં આજ હૈયું ભરતું ઘૂંટડો.

હું ચંદનનાં લાકડાં, હું વિનિયાની લાશ
મસાણ જોતો રાહ આઘેનો તું દેતવા.

હડદો તારો સામટો ને અવડી ઇંડિપેન
અક્ષર સૂતા આજ મડદાં થઈને યાદના.
(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૯૨)