અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ /ઊધડો સોદો

Revision as of 13:04, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઊધડો સોદો

સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’

અમે તો સોદો કરશું ઊધડો,
કોણ છાબડું લઈને બેસે, કોણ આદરે ધડો!

શેની કરવી ધાણ જોખવું કઈ બાજુ રે નમતું!
અમને ટીપેટીપું ગણવું, નથી કોઈ દી ગમતું!

મોજ સમંદર અભરે ભર્યો, તુંય ભરી લે ઘડો
અમે તો સોદો કરશું ઊધડો!

જાતજાતનાં વજન છાબડાં, કોણ ફેરવે સાથે,
અહીં તો મબલખ માલ પડ્યો છે, હજી આપણી માથે!
નથી હાટ, વેપાર રોકડો, જ્યાં બેસી ત્યાં થડો!
અમે તો સોદો કરશું ઊધડો.
(ઇદંતા, ૧૯૯૬, પૃ. ૩૨)