ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુકરણાત્મક
Revision as of 16:13, 16 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અનુકરણાત્મક સ્વરૂપનો દોષ(Fallacy of Immitative form)'''</span> : કોઈપણ ક...")
અનુકરણાત્મક સ્વરૂપનો દોષ(Fallacy of Immitative form) : કોઈપણ કૃતિ યુગની અવ્યવસ્થા અને અતંત્રતાનું સીધું પ્રતિબિંબ ઝીલે એને વીસમી સદીનો અમેરિકન વિવેચક આયવર વિન્ટર્ઝ ‘અનુકરણાત્મક સ્વરૂપનો દોષ’ તરીકે ઓળખાવે છે. આ સંજ્ઞા એવી પ્રક્રિયાનો સંકેત કરે છે જેમાં કવિતાની નકરી સામગ્રીથી સ્વરૂપ અભિભૂત થતું હોય. આધુનિક કવિ એની કવિતાની સ્વરૂપહીનતાને ન્યાય્ય ઠેરવવા પોતે બહારના અતંત્ર અને અવ્યવસ્થાપૂર્ણયુગ વિશે લખી રહ્યો છે એવો તર્ક ધરે છે એની પાછળ આ જ દોષ પડેલો છે.
ચં.ટો.