ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકસ્મિક કલ્પન
Revision as of 12:40, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આકસ્મિક કલ્પન (chance image)'''</span> : ૧૯૫૭માં આ સંજ્ઞા જ્યોર્...")
આકસ્મિક કલ્પન (chance image) : ૧૯૫૭માં આ સંજ્ઞા જ્યોર્જ બ્રેખ્તે આપી છે. એના કહેવા પ્રમાણે સભાન પ્રપંચ વિના જે કલ્પનો પ્રગટે છે અથવા ચિત્તના સભાનક્ષેત્રથી વધુ ઊંડા ક્ષેત્રમાંથી જે કલ્પનો પ્રગટે છે એને આ સંજ્ઞા લાગુ પડે છે. પ્રાકૃતિક યાદૃચ્છિકતાને અનુસરતા આ પ્રકારનાં કાવ્યનાં આકસ્મિક કલ્પનો પ્રકૃતિ સાથે વધુ સંવાદ સ્થાપી આપે છે.
ચં.ટો.