ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એક કલ્પનકેન્દ્રી કાવ્ય
Revision as of 06:49, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''એક કલ્પનકેન્દ્રી કાવ્ય(Mono image poem)''' : પ્રતિજ્ઞાપૂર્વ...")
એક કલ્પનકેન્દ્રી કાવ્ય(Mono image poem) : પ્રતિજ્ઞાપૂર્વક કોઈ એક જ કલ્પનને કેન્દ્રમાં રાખીને કાવ્યો રચવાની પ્રવૃત્તિ થઈ છે. એક જ કલ્પનને વિવિધ સાહચર્યો અને સંદર્ભો વચ્ચે ગોઠવી ભિન્ન ભિન્ન અર્થવલયો અને સંવેદનો ઉપસાવવાના પ્રયોગોએ નવી શક્યતાઓને ક્યારેક તાગી છે, તો સાથે સાથે એકવિધતા, યાંત્રિકતા અને કૃતકતાનાં ભયસ્થાનો પણ જન્માવ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં મધુ કોઠારી, હસમુખ પટેલ, ‘શૂન્યમ્’ વગેરેએ આ દિશા ખોલવાનો પ્રયત્ન કર્યો છે.
ચં.ટો.