ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિનવલ

From Ekatra Wiki
Revision as of 09:41, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અધિનવલ/પરાનવલ(Surfiction) : પરંપરાગત આધુનિકતાવાદી નવલકથાની પ્રતિક્રિયા રૂપે આવેલો ફ્રેન્ચ નવલપ્રકાર. અધિનવલ વાચકને કોઈ સાદો સીધો આશ્વાસક સંદેશ કે ભાવાર્થ અર્પવાને બદલે તેને કળા અને જીવન વચ્ચેના સંવાદ પરત્વે દ્વિધામાં નાખે છે. અધિનવલ એ હકીકતે તો નવલ વિશેની નવલ છે. તે કથાની શક્યતાઓ તાગવા મથે છે અને એ રીતે પોતાની નિયામક પરંપરાને જ આહ્વાન આપે છે. જે. ડી. સેલંજર જેવાઓની કૃતિઓ અધિનવલના ઉદાહરણરૂપ છે. ચં.ટો.