ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધ્યાહરણ

From Ekatra Wiki
Revision as of 09:44, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અધ્યાહરણ(Aposiopesis, Paraliepsis) : શ્રોતાને ખબર હોય એવી અથવા ઉલ્લેખ કરવો ક્લેશકર હોય એવી વીગતને વક્તા આકસ્મિક મૌન દ્વારા પ્રત્યાયિત કરે એ અર્ધોક્તિ (Aposiopesis) છે, પરંતુ અધ્યાહરણ (Paraliepsis)માં તો વક્તા જાણે કશું કહેતો નથી એવો દેખાવ કરીને સંપૂર્ણ કહેવાનું કહી દે છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં વર્ણવેલા આક્ષેપ અલંકાર અને એના પ્રકારો વચ્ચે તેમ જ આ ગ્રીક અલંકારો વચ્ચે સામ્ય છે. ગુજરાતીમાં બાલમુકુન્દ દવેના ‘વડોદરા નગરી’ કાવ્યની પંક્તિઓ જુઓ : ‘નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી/વાંકો એનો અંબોડો ને વાંકાં એનાં વેણ છે/સભાની અદબ રાખી વાણીને લગામ કરું/કહેતો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.’ ચં.ટો.