ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અન્યોક્તિ

From Ekatra Wiki
Revision as of 09:54, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અન્યોક્તિ : સંસ્કૃત અલંકાર. અપ્રસ્તુતની ઉક્તિ દ્વારા જ્યાં પ્રસ્તુતનું સૂચન કરવામાં આવે છે ત્યાં અન્યોક્તિ અલંકાર બને છે. અહીં કવિનું તાત્પર્ય વાચ્ય અર્થમાં નહિ પરંતુ સૂચિત અર્થમાં જ હોય છે. જેમકે, ‘‘કાગડો કાળો છે, કોયલ કાળી છે. બેમાં શો ભેદ છે? વસંત સમયે પરંતુ કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે.’’ જ.દ.