ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવવાસ્તવાદ

From Ekatra Wiki
Revision as of 12:24, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અવવાસ્તવવાદ (Infra-realism) : આધુનિક કલાસંદર્ભે નિર્માનવીકરણના મુદ્દાને ઉપસાવતા ઓર્તેગા આ સંજ્ઞાને સ્પર્શે છે. આ સંજ્ઞા દ્વારા ઓર્તેગા વાસ્તવના પરિહારને વર્ણવે છે. વીગતો પર વધુ પડતા ભારને કારણે પરિચિત સંવેદનો વિકાર પામે છે અને એક પ્રકારનું અવવાસ્તવ સર્જાય છે. ચં.ટો.