ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકરગ્રન્થ

From Ekatra Wiki
Revision as of 07:43, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આકરગ્રન્થ, સારસંગ્રહ (Omnibus) : એક જ લેખકનાં ઘણાંબધાં પુસ્તકોને એકમાં સમાવતો મોટો ગ્રન્થ. મોટેભાગે પુનર્મુદ્રિત, બધા વાચકોને સહેલાઈથી પહોંચે એ માટે સસ્તી કિંમતે પ્રકાશન થયું હોય છે. ઉમાશંકર જોશીનો ‘સમગ્ર કવિતા’ આ પ્રકારનો ગ્રન્થ છે. ચ.ટો.