ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંદોલન ગતિ

From Ekatra Wiki
Revision as of 08:26, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


આંદોલન/ગતિ (Movement) : સાહિત્યિક સંદર્ભમાં આ સંજ્ઞા એવા વલણનું સૂચન કરે છે જે કોઈએક ચોક્કસ વિચારસરણી દ્વારા સાહિત્યના નિશ્ચિત પાસાનો આગવી રીતે વિકાસ સાધવા સક્રિય હોય. દરેક આંદોલનની પોતાની આગવી લાક્ષણિકતાઓ હોય છે. ઘનવાદ(cubism), દાદાવાદ(Dadaism) વગેરે અનેક સાહિત્યિક આંદોલનો જુદા જુદા સમયે સાહિત્યવિશ્વમાં સક્રિય રહ્યાં છે. આ સંજ્ઞા નાટક, નવલકથા કે ટૂંકી વાર્તાના સંદર્ભમાં કૃતિની પ્રક્રિયા(Action)ના અર્થમાં પણ પ્રયોજાય છે. તે મુજબ રહસ્યકથાની ગતિ ઝડપી અને ઊર્મિપ્રધાન નવલકથા (Lyrical Novel)ની ગતિ ધીમી હોય છે. પ.ના.