ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપાદાન

From Ekatra Wiki
Revision as of 08:39, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉપાદાન-ઉપાદેયપ્રતિમાન(Means-end model) : યાકોબ્સનની આપેલી સંજ્ઞા છે. સાહિત્ય ભાષાના સ્તરે જ નહિ પરંતુ ભાષાથી ઇતર એવા સ્તરોએ પણ તપાસ માગે છે. ભાષાથી ઇતર એવા સ્તરોની ઉપેક્ષા સાહિત્યનાં ભાષાકીય વિશ્લેષણોને સીમિત કરી દે છે; તો સામે પક્ષે સાહિત્યનો ભાષાના સ્તરે નિષેધ થતાં સાહિત્ય કલા તરીકેની આપણી સમજ માટે અસંગત બની જાય છે, આથી યાકોબ્સને સ્વરૂપ અને કાર્યનું વિશ્લેષણ કરતો સંયોજિત અભિગમ સૂચવ્યો છે. ચં.ટો.