ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથનજાળ
Revision as of 09:38, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કથનજાળ (Narrative hook)'''</span> : વાચકની અપેક્ષા જાણવા માટેનો આ...")
કથનજાળ (Narrative hook) : વાચકની અપેક્ષા જાણવા માટેનો આ કથન તરીકો છે. કૃતિના પ્રારંભનાં વાક્યો એવી અસાધારણ પરિસ્થિતિ જન્માવે કે એને કારણે વાચકને આગળ જકડી રાખવા માટે એ કીમિયો કામયાબ નીવડે. જેમકે ઘનશ્યામ દેસાઈની ‘કાગડો’ ટૂંકી વાર્તાની શરૂઆત : ‘આંખો ખોલી જોયું તો ડાબી બાજુ સમુદ્ર ઊછળેલો, પણ ઊછળીને અટકી ગયેલો દેખાયો’ અથવા રમેશ પારેખની ‘ત્રેપનસિંહ ચાવડા જીવે છે’ ટૂંકી વાર્તાની શરૂઆત : ‘છબીમાં બેઠેલા ડોસાજી ઠહાકો મારી હસી પડ્યા.’
ચં.ટો.