ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુલક
Revision as of 11:20, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કુલક'''</span> : પાંચથી ઓછા નહીં એટલા શ્લોકોના સમુદાય મ...")
કુલક : પાંચથી ઓછા નહીં એટલા શ્લોકોના સમુદાય માટેની સંજ્ઞા. પાંચથી પંદર સુધીના શ્લોકો એકઠા થઈને એક જ વાક્ય રચતા હોય અને એક જ વાક્ય બનતું હોય (વર્ણ્ય વિષયની સમાપ્તિ થતી હોય) તેવા શ્લોકજૂથને કુલક કહેવામાં આવે છે. એ જ રીતે એક જ વાક્યમાં પરોવાતા બે શ્લોકોને યુગ્મ, ત્રણ શ્લોકને વિશેષક અને ચાર શ્લોકને કલાપક તરીકે ઓળખવામાં આવે છે.
ચં.ટો.