ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કસબ
Revision as of 14:58, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
કસબ (Artifice) : કલાકૃતિના સર્જનમાં ઊર્મિ, કલ્પના, નિષ્ઠા વગેરે ઉપરાંત કૃતિના સ્વરૂપ સંદર્ભે કે ભાષાશૈલી સંદર્ભે ‘કસબ’ એ એક મહત્ત્વનું લક્ષણ છે જે મુખ્યત્વે કૃતિના સમગ્ર સ્વરૂપને સુશ્લિષ્ટ બનાવવામાં ભાગ ભજવી શકે. કસબનો વધુ પડતો ઉપયોગ કૃતિના ઊર્મિલક્ષી, વસ્તુગત પરિબળોના અસરકારક વિનિયોગમાં બાધક પણ નીવડી શકે.
પ.ના.