ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગર્ભાંક

From Ekatra Wiki
Revision as of 15:57, 24 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગર્ભાંક/ગર્ભનાટક (Play within play) : કોઈ નાટકના એક અંક અંતર્ગત મુકાયેલો બીજો અંક ગર્ભાંક છે, એમાં પણ બીજરૂપ ઇતિવૃત્ત અને નાયકનું પ્રયોજન હોય છે. આમ જોઈએ તો મુખ્ય નાટકના એક અંશ તરીકે રજૂ થતા આ નાના નાટકને (ગર્ભનાટકને) મુખ્ય નાટકના વસ્તુ સાથે સીધો યા આડકતરો સંબંધ હોય છે. ‘ઉત્તરામચરિત’માં આવતું ગર્ભનાટક કે ‘હૅમ્લેટ’, ‘મેઝર ફોર મેઝર’માં આવતાં ગર્ભનાટક એનાં ઉદાહરણ છે. પ.ના.