ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચર્ચરી

From Ekatra Wiki
Revision as of 14:02, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચર્ચરી : પ્રાકૃત સાહિત્યના વારસારૂપ આ ગેય કાવ્યપ્રકાર પ્રાય : દોહરામાં અને ક્વચિત્ ચોપાઈમાં રચાતો. આને કદાચ ચારણીના ચર્ચરી છંદ સાથે પૂર્વજ-અનુજનો સંબંધ હોય. નૃત્ય-સંગીત સહિતનું એક લોકનાટ્ય તે ‘ચર્ચરી’ કહેવાય છે. જે સામાન્યત : વસંતોત્સવ કે અન્ય ઉત્સવે ભજવાતું-ગવાતું હતું. ચર્ચરી રાસ કે રાસક જેમ પ્રારંભમાં નૃત્યપ્રકાર હતો પણ તે વિકસિત થઈ દૃશ્ય-કાવ્યનું સ્વરૂપ લે છે. શૃંગારમય કથાવસ્તુ પર આધારિત ચર્ચરી-નૃત્ય વખત જતાં અભિનય પર આધારિત ગીત-નાટક બની ગયું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેરમી-ચૌદમી સદી પર્યંતમાં ચારેક ‘ચર્ચરી’ રચનાઓ પ્રાપ્ત થાય છે. જિનેશ્વરસૂરિકૃત ‘ચાચરી’(૧૨૭૫), સોમમૂર્તિકૃત ‘જિનપ્રભસૂરિ ચચ્ચરી’ (૧૨૭૫ આસપાસ), સોલણુકૃત ‘ચર્ચારિકા’(તેરમી સદી) અને અજ્ઞાતકૃત ‘ધર્મચચ્ચરી’(તેરમી સદી) નોંધપાત્ર છે. ક.શે.