ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/છ/છદ્મનામ
Revision as of 14:51, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''છદ્મનામ(Allonym)'''</span> : સાહિત્યકૃતિના મૂળ કર્તા દ્વારા...")
છદ્મનામ(Allonym) : સાહિત્યકૃતિના મૂળ કર્તા દ્વારા અન્ય કોઈ કર્તાના નામ હેઠળ રજૂ કરાયેલી સાહિત્યકૃતિ અથવા જે તે સાહિત્યકૃતિ માટે આગળ ધરવામાં આવેલા અન્ય કર્તાના નામના સંદર્ભમાં આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે.
મધ્યકાલીન સાહિત્યમાં આ પ્રકારની કૃતિઓ સંશોધનને આધારે અલગ તારવી શકાય છે. મીરાંનાં કેટલાંક પદો મૂળમાં અન્ય કર્તાઓએ રચેલાં અને મીરાંના નામે પ્રચારમાં મૂકેલાં.
ચં.ટો.