ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જોરુરી

From Ekatra Wiki
Revision as of 15:52, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જોરુરી(Joruri)'''</span> : નો(Noh) ઉપરાંત જપાની નાટ્યસ્વરૂપોમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જોરુરી(Joruri) : નો(Noh) ઉપરાંત જપાની નાટ્યસ્વરૂપોમાં જાણીતું નાટ્યરૂપ. આ કઠપૂતળી નાટ્યરૂપમાં ઐતિહાસિક ઘટનાઓ અને દંતકથાઓનો વિનિયોગ કરાય છે. અહીં રંગમંચની એક બાજુએથી સંવાદો સંગીત સાથે સમૂહો દ્વારા રજૂ કરવામાં આવે છે. ચિકામત્સુ મોન્ઝાએમોન જેવા એના વિખ્યાત રચનાકારો છે. ચં.ટો.