ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવશબ્દનિર્માણ

From Ekatra Wiki
Revision as of 14:17, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નવશબ્દનિર્માણ(Coinage)'''</span> : નવો જ ઘડવામાં આવેલો શબ્દ....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નવશબ્દનિર્માણ(Coinage) : નવો જ ઘડવામાં આવેલો શબ્દ. ભાષાના શબ્દભંડોળના વિકાસની આ મહત્ત્વની પ્રક્રિયા છે. અમુક અનુભવની અભિવ્યક્તિ માટે ભાષાના શબ્દભંડોળમાંથી યોગ્ય શબ્દ ન મળતાં નવા શબ્દો ઘડવામાં આવે છે. રોજબરોજની ભાષામાં પ્રયોજાતા આ પ્રકારના શબ્દોને બાદ કરીએ તોપણ જ્ઞાનની જુદી જુદી શાખાઓમાં આ પ્રવૃત્તિ ગંભીરતાથી ચાલી રહી છે. જુદી જુદી વિદ્યાઓની પારિભાષિક શબ્દાવલીમાં આનાં સંખ્યાબંધ ઉદાહરણો મળી આવશે, ‘ઍસ્ટ્રોનટ’, ‘સ્પૂટનિક’ જેવા શબ્દો આનાં ઉદાહરણો છે. હ.ત્રિ.