ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિકષ

From Ekatra Wiki
Revision as of 15:29, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિકષ (Touchstone)'''</span> : મૂળ તો સોના કે રૂપાની કસોટી માટે વપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નિકષ (Touchstone) : મૂળ તો સોના કે રૂપાની કસોટી માટે વપરાતો પથ્થર. સાદૃશ્યન્યાયે પછી એ નિકષ કે ધોરણના અર્થમાં સાહિત્યક્ષેત્રે સ્થિર થયો છે. પૂર્વસૂરિઓના કાવ્યનમૂનાઓને અનુગામી અન્ય કવિતાઓના મૂલ્યાંકનમાં નિકષ તરીકે ઉપયોગમાં લેવાની વાત, આ સંદર્ભમાં મેથ્યુ આર્નલ્ડે કરેલી છે. ચં.ટો.