ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુનરુક્તિ
Revision as of 07:20, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પુનરુક્તિ (Palilogy)'''</span> : મહત્ત્વ ઉપસાવવા માટે શબ્દ કે...")
પુનરુક્તિ (Palilogy) : મહત્ત્વ ઉપસાવવા માટે શબ્દ કે વાક્યખંડની પુનરાવૃત્તિ. જેમકે ‘કાન્ત’ના ‘વસન્તવિજય’ના પ્રારંભમાં આવતી પંક્તિ : ‘નહીં નાથ નહીં નાથ ન જાણો કે સવાર છે / આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.’
ચં.ટો.