ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંબદ્ધ કાવ્ય

From Ekatra Wiki
Revision as of 10:38, 27 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંબદ્ધ કાવ્ય(Block poem)'''</span> : કડી કે શ્લોકોના પરિચ્છેદો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંબદ્ધ કાવ્ય(Block poem) : કડી કે શ્લોકોના પરિચ્છેદો વિના પંદરથી ચાલીશ પંક્તિની લંબાઈનું સળંગ છપાયેલું કાવ્યનું મુદ્રણસ્વરૂપ અહીં નિર્દિષ્ટ છે. આ પ્રકારનું મુદ્રણસ્વરૂપ વર્તમાનપત્રોના સ્થળસંકોચમાંથી પ્રચલિત થયું છે. એમાં કરકસર અને સંક્ષિપ્ત અભિવ્યક્તિનાં લક્ષણો નિહિત છે. ચં.ટો.