ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંબોધનકાવ્ય

From Ekatra Wiki
Revision as of 10:39, 27 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંબોધન કાવ્ય(Ode)'''</span> : વ્યક્તિ કે કોઈકને ઉદ્દે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંબોધન કાવ્ય(Ode) : વ્યક્તિ કે કોઈકને ઉદ્દેશીને લખાયેલી આ રચના ગેય હોવી જરૂરી છે. ગ્રીક ભાષામાં પિન્ડાર અને લૅટિન ભાષામાં હોરેસ આનાં પ્રશિષ્ટ ઉદાહરણો છે. અંગ્રેજીમાં બેન્જૉનસનથી ટેનિસન પર્યંત વિષયગાંભીર્ય સાથેના લાંબા ઊર્મિકાવ્યના પ્રકાર તરીકે એ જોવા મળે છે. ગુજરાતીમાં નરસિંહરાવ દિવેટિયાનું ‘ચંદાને’ કે કલાપીનું ‘કમલિનીને’ આનાં ઉદાહરણ છે. ચં.ટો.