ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃકેન્દ્રિતા
Revision as of 05:06, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
નૃકેન્દ્રિતા (Anthropocentrism) : સ્કોટ લેશના મત પ્રમાણે મનુષ્યથી અને ઇતિહાસથી મોં ફેરવીને કેવળ સ્વયંનિર્દેશો ભણી વળેલા આધુનિકતાવાદ પછી આવેલા અનુઆધુનિકતાવાદ દરમ્યાન ફરીને માનવતાને કેન્દ્રમાં લાવવાનો, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યોને ઉપસાવવાનો અને પ્રણાલીઓ તેમજ બાહ્યનિર્દેશોને સાથે રાખવાનો ઉદ્યમ ચાલુ થયો છે. અનુઆધુનિકતાએ સ્થાપત્યથી માંડી સાહિત્ય સુધી માનવત્વારોપણ કેન્દ્રિતા (Anthropomorphism) અને માનવમિતિ કેન્દ્રિતા (Anthropometrism) દ્વારા નૃકેન્દ્રિતાને લક્ષ્ય કરી છે.
ચં.ટો.