ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાકાષ્ઠા
Revision as of 06:51, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
પરાકાષ્ઠા (Climax) : કથાકાવ્ય નાટક નવલકથા કે ટૂંકીવાર્તામાં કટોકટી ઉત્કટતાએ પહોંચે એ ક્ષણ. અભિવ્યક્તિશ્રેણી ક્રમશ : ઉત્તરોત્તર ચઢતા ક્રમમાં અહીં ચરમ કોટિએ પહોંચે છે. એક રીતે જોઈએ તો નાટ્યાત્મક સંઘર્ષમાં આવતી આ નિર્ણાયક ક્ષણ છે. આ સંજ્ઞા દ્વારા વાચક કે પ્રેક્ષકની ભાવપ્રતિક્રિયા અને કાર્યવેગમાં આવતો વળાંક સૂચવાય છે. ઘણેભાગે ઓછી ઉત્કટતાવાદી અનેક પરાકાષ્ઠાઓ મુખ્ય પરાકાષ્ઠા પર પહોંચતી હોય છે. ‘પેરેડાઈઝ લૉસ્ટ’માં આદમનું પતન કે ‘મૅકબૅથ’માં રાજાની હત્યા પરાકાષ્ઠાની ક્ષણ છે.
ચં.ટો.