ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરીકથા
Revision as of 07:04, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
પરીકથા (Fairy Tale) : પુરાણકથા કે દંતકથાનાં પાત્રોને આધારે રચાયેલી કથા. આ પ્રકારની કથાઓ દરેક સમાજના લોકસાહિત્યમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની કથાઓ શ્રુતિપરંપરા (oral Tradition) દ્વારા યુગો પછી પણ સચવાઈ રહી છે. બાળસાહિત્યનો આ મહત્ત્વનો વારસો છે. પરીકથાના વસ્તુની અંતર્ગત રહેલું એક તત્ત્વ : કપોલકલ્પિત (Fabulation) પ્રસંગચિત્રણમાં અને ગંભીર સાહિત્યમાં પણ વિશેષ અર્થમાં પ્રયોજવામાં આવે છે. પ.ના.