ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશિષ્ટ કાવ્યમીમાંસા

From Ekatra Wiki
Revision as of 08:35, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


પ્રશિષ્ટ કાવ્યમીમાંસા (Classical poetics) : ઈ.સ. પૂર્વે ૭૫૦થી ઈ.સ. ૨૦૦ના ગાળામાં કાવ્ય અંગેનાં જે સિદ્ધાન્તો તેમજ માન્યતાઓ રજૂ કરવામાં આવ્યાં તેને પ્રશિષ્ટ કાવ્યમીમાંસા તરીકે ઓળખવામાં આવે છે. એરિસ્ટોટલ, પ્લેટો, હૉરિસ, લોંજાઈનસ વગેરેની કાવ્ય અંગેની માન્યતાઓ તેમજ તેમના સિદ્ધાન્તો રજૂ કરતા ગ્રન્થો દ્વારા પ્રશિષ્ટ કાવ્યમીમાંસાનો વિકાસ થયો. હ.ત્રિ.