ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોકથા

From Ekatra Wiki
Revision as of 16:39, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મનોકથન(Psychonarrative)'''</span> : કથાપાત્રના વિચારો જેમાં પ્રગટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મનોકથન(Psychonarrative) : કથાપાત્રના વિચારો જેમાં પ્રગટ થાય છે એવી અપરોક્ષ ઉક્તિની વિરુદ્ધની કથિત ઉક્તિ. અહીં ત્રીજા પુરુષના કથનમાં આંતરિક વિશ્લેષણ થયું હોય છે. કોને (Cohn) આંતરચેતનાને અભિવ્યક્ત કરવાના ત્રણ તરીકાઓ વર્ણવ્યા છે : અત્યંત પરોક્ષ પદ્ધતિ તે મનોકથન; કથિત એકોક્તિ અને એકદમ અપરોક્ષ ઉક્તિ તે ઉદ્ધૃત એકોક્તિ. ચં.ટો.