ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મર્ડર ઇન ધ કથીડ્રલ

From Ekatra Wiki
Revision as of 08:26, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મર્ડર ઇન ધ કથીડ્રલ'''</span> : ટી.એસ.એલિયટે લખેલું ધાર્મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મર્ડર ઇન ધ કથીડ્રલ : ટી.એસ.એલિયટે લખેલું ધાર્મિક વિષય વસ્તુવાળું પદ્યનાટક. નાટકનો વિષય ધાર્મિક મૂલ્યો માટેની શહાદત છે. આર્ચબિશપ બેકેટ ધર્માનુશાસનના પ્રતિનિધિ છે, જે સામે તે સમયના ઇંગ્લન્ડના રાજા હેન્રી બીજા રાજ્યસત્તાના કેન્દ્રમાં છે. નાટકમાં આ બે પક્ષો, ધર્મ વિરુદ્ધ રાજસત્તાની, અથડામણ નિરૂપાયેલી છે. ઘર્ષણ જેટલું બાહ્ય છે તેટલું આંતરિક પણ છે, એક તબક્કે બેકેટને પોતાના સિદ્ધાંતનિષ્ઠ માર્ગમાંથી ચલિત કરવા ચાર પ્રલોભકો આવે છે. આ તેના આંતરમનની જ પ્રતિચ્છાયાઓ છે. શહાદત ખુદ એ એક જાતનું પ્રલોભન જ છે. નાટકને અંતે રાજાના ચાર યોદ્ધાઓ રાજાના ફરમાનથી કથીડ્રલમાં પ્રવેશી આર્ચબિશપ બેકેટને મારી નાખે છે. નાટકમાં કેન્ટરબરીની સ્ત્રીઓનો કોરસ રૂપે પાઠ છે. એલિયટની કાવ્યશક્તિનો ઉત્તમ ઉન્મેષ અહી જોઈ શકાય છે. દિ.મ.