ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યનિષ્ઠ આનંદ
Jump to navigation
Jump to search
સૌંદર્યનિષ્ઠ અંતર(Aesthetic distance) : ખાસ તો નવ્ય વિવેચનક્ષેત્રની આ સંજ્ઞા છે. પોતાના અભિપ્રાયોને વ્યક્ત કર્યા વગર કે પોતાનાં મૂલ્યાંકનો યા પોતાના વ્યક્તિત્વને પ્રગટ કર્યા વગર કાલ્પનિક પાત્રો અને પરિસ્થિતિઓને સર્જક નિરૂપી શકે એવી એની વસ્તુલક્ષિતા અહીં અપેક્ષિત છે. ઉપરાંત કોઈ વિવેકપૂર્ણ ભાવક પોતે જે વાંચી રહ્યો છે એને પૂરેપૂરું અવગત કરવા માગતો હોય અને એનું મૂલ્યાંકન કરવા માગતો હોય તો એણે જાળવવી પડતી વસ્તુલક્ષિતાની અને તટસ્થતાની માત્રાનો પણ સૌંદર્યનિષ્ઠ અંતર દ્વારા સંકેત છે. ટૂંકમાં, સૌંદર્યનિષ્ઠ અંતર સર્જક અને ભાવક બંને પક્ષની આત્મલક્ષી સંડોવણીનો છેદ ઉડાડે છે.
ચં.ટો.