ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુગાન્તર
Revision as of 11:49, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યુગાન્તર(Epoch)'''</span> : ઐતિહાસિક દૃષ્ટિએ નવા યુગનો પ્રા...")
યુગાન્તર(Epoch) : ઐતિહાસિક દૃષ્ટિએ નવા યુગનો પ્રારંભ. સાહિત્યના ઇતિહાસમાં પણ તેની વિકાસરેખાને ધ્યાનમાં રાખીને નવા યુગના પ્રારંભને ઓળખવામાં આવે છે. એ સંજ્ઞા પરથી યુગપ્રવર્તક કે શકવર્તી (Epoch making) સંજ્ઞા ઊતરી આવી છે, જે સાહિત્યમાં નવો અભિગમ જેના દ્વારા દાખલ થયો હોય એવી અત્યંત મહત્ત્વપૂર્વ અને ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિ કે એવા સંવેદન માટે પ્રયોજાય છે. વળી, યુગાન્તર (epoch) માત્ર યુગનો આરંભ સૂચવે છે, જ્યારે યુગ (Era) સંજ્ઞા ચોક્કસ પ્રારંભ પછી વિસ્તરેલા સમયને સૂચવે છે. આથી આ બંને સંજ્ઞાઓ વ્યવહારમાં પર્યાય તરીકે પ્રયોજાય છે, છતાં ભિન્ન ગણાવી જોઈએ.
ચં.ટો.