ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વયંચાલિતતા

From Ekatra Wiki
Revision as of 12:10, 29 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વયંચાલિતતા(Automatization)'''</span> : આ રશિયન સ્વરૂપવાદી સંજ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વયંચાલિતતા(Automatization) : આ રશિયન સ્વરૂપવાદી સંજ્ઞા છે. વ્યવહારભાષા ટેવવશ હોય છે. વ્યવહારભાષામાં શબ્દનું ઉચ્ચારણ સ્વયંચાલિત છે. ‘સ્વયંચાલિત યંત્રમાંથી બહાર ફેંકાતા ચોકલેટબારની જેમ’ શબ્દો બહાર આવે છે. આ પ્રક્રિયાને રશિયન સ્વરૂપવાદી વિવેચક વિક્ટર શ્કલોવ્સ્કી ‘સ્વયંચાલિતતા’ તરીકે ઓળખાવે છે અને એની સામે કવિતાભાષાને મૂકીને દર્શાવે છે કે કવિતા ભાષાને ફરીને અપરિચિત બનાવી આપણી સમક્ષ મૂકે છે. શબ્દોનું આ અપરિચિતીકૃત સંવેદન જે આપણે સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં નોંધવાનું ચૂકી જઈએ છીએ તે કવિતાના સ્વરૂપગત આધારનું પરિણામ છે. ચં.ટો.