ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દસૃષ્ટિ

From Ekatra Wiki
Revision as of 09:45, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શબ્દસૃષ્ટિ'''</span> : ‘શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો’...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શબ્દસૃષ્ટિ : ‘શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો’ જેવો ધ્યાનમંત્ર સ્વીકારીને સર્જન, ભાવન ને વિવેચના ત્રિવિધ સંદર્ભોમાં વિસ્તરવા માગતું સુમન શાહ-૧૯૮૩-’૮૬ જ્યોતિષ જાની-૧૯૮૬-’૯૦ અને પ્રવીણ દરજી-૧૯૯૨, જેવા સંપાદકોના માનાર્હ સંપાદન તળે ૧૯૮૩થી અમદાવાદમાંથી પ્રકાશિત થતું ગુજરાત સાહિત્ય અકાદમીનું માસિક મુખપત્ર.

કાવ્યપત્ર, સ્મૃતિમંજૂષા, વાર્તા, નિર્બન્ધિકા, કાવ્યનો આસ્વાદ, મનનીય, સિદ્ધાન્તચર્ચા, અર્ઘ્ય, હું સમીક્ષા કરું છું. દૃષ્ટિપાત, હસી શકે તો હસજે વધુ, પ્રશિષ્ટનું ભાવન, દૃશ્યફલક, અધીત, પરિચાયિકા તથા અકાદમીવૃત્ત અને સાહિત્યવૃત્ત જેવા વિભાગો-માં કવિતા, વાર્તા, નિબંધ, નવલકથાઅંશ, કાવ્યાસ્વાદ, ચિંતન, વિવેચન, ટૂંકાં ગ્રન્થાવલોકનો, તેમજ સાહિત્યસૃષ્ટિના દિશા-દોરને ચર્ચતું-સમાવતું ‘શબ્દસૃષ્ટિ’ એનાં પલટાતાં રૂપરંગ સમેત સ્થિર થઈ રહ્યું છે. 

ર.ર.દ.