ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માનવતાવાદ
Revision as of 12:17, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
માનવતાવાદ (Humanism) : માનવહિતને વરેલી વિચારધારા માનવતાવાદ એ એક પ્રકારનું માનસિક વલણ છે જે કુદરતનાં માનવેતર પાસાંઓ, ધર્મસિદ્ધાન્તો વગેરે પર ભાર ન મૂકતાં મનુષ્યની આસપાસ વણાયેલી પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂકે છે. યુરોપમાં રેનેસૉંસ ચળવળ વખતે આ વિચારધારાનો ઉદ્ભવ થયો ત્યારે તે વખતના માનવતાવાદીઓ પ્રશિષ્ટ સાહિત્યની પ્રબળ અસર તળે હતા. સામાજિક વાસ્તવને નિરૂપતા સાહિત્યની વિવેચનામાં આ સંજ્ઞા અવારનવાર પ્રયોજાય છે.
હ.ત્રિ.