ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માહિતીઉદ્વેગ

From Ekatra Wiki
Revision as of 08:24, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માહિતીઉદ્વેગ(IA, Information anxiety) : આધુનિક જગતમાં પ્રજા પર માહિતીનો ધોધ વરસે છે. એ બધી માહિતીને સમજવાની કે અંદર સમાવવાની અશક્તિમાંથી જન્મેલી અપર્યાપ્તતાની લાગણી સાથે આ ઉદ્વેગ સંલગ્ન છે. રિચર્ડ સોલ વુરમનના મત પ્રમાણે આપણે જે સમજીએ છીએ અને આપણે જે સમજવું જોઈએ, એ વચ્ચેની વધતી ખાઈમાંથી માહિતીઉદ્વેગ જન્મે છે. અનુઆધુનિકવિવેચન માહિતીઉદ્વેગના સંદર્ભમાં સાહિત્યસંવેદનના મૂલ્યની તપાસ કરે છે. ચં.ટો.