ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મિશ્રવૃત્ત કાવ્ય
Revision as of 08:25, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
મિશ્રવૃત્ત કાવ્ય(Composite verse) : અનેક વૃત્તપંક્તિઓના સમન્વિત વિનિયોગથી રચાયેલી પદ્યકૃતિ. જેમકે ઉમાશંકર જોશીના ‘નિશીથ’ની પંક્તિઓ : ‘નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય/ સ્વર્ગંગનો સોહત હાર કંઠે / કરાલ ઝંઝા ડમરુ બજે કરે / પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ / તેજોમેઘોની ઊડે દૂર પામરી / હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય!
{Right|ચં.ટો.}}