ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રચનાપ્રયુક્તિ
Revision as of 08:52, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
રચનાપ્રયુક્તિ(Device) : વિશિષ્ટ પ્રભાવને સિદ્ધ કરવા સપ્રયોજન અખત્યાર થતા કોઈપણ સાહિત્યતરીકા માટે વપરાતી સંજ્ઞા. રશિયન સ્વરૂપવાદ અને બ્રેખ્તના થિયેટરસિદ્ધાન્તો પણ સાહિત્યકૃતિઓ જેના દ્વારા આપણા પર પ્રક્રિયા કરે છે એવી ઉપાદાનસામગ્રીને પુરસ્કૃત કરવાના કે એને વધુ પ્રકાશિત કરવાના માર્ગને ચીંધે છે. વિશેષ તરેહ, અલંકાર કે ધ્વનિસંયોજનોનો વિનિયોગ ઇચ્છિત પ્રભાવ જન્માવતી સાહિત્યિક પ્રયુક્તિઓ જ છે.
ચ.ટો.